મીરબાઈનું જીવન ચરિત્ર

મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી)ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો. તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દૃષ્ટી પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.

 

બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, "મારા પતિ કોણ હશે?" તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, "તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને" મીરાંની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી.

 

નાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના?) ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં.

 

 

 

 

 

રચિત ગ્રંથો 

 

 

 

મીરાંબાઈએ ચાર ગ્રંથોની રચના કરી હતી:

 

(૧)નરસિંહ રા માહ્યરા

 

(૨)ગીત ગોવિંદ ટીકા

 

(૩)રાગ ગોવિંદ

 

(૪)રાગ સોરઠ કે પદ

 

 

 

મીરાંબાઈના ગુરુ 

 

 

 

 

 

ઘણા લોકોનું માનવું છે કે મીરાંબાઈના કોઈ ગુરુ નહોતા. પરંતુ મીરાંબાઈએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં. આખરે સંત રૈદાસજી (ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે) ઉપર તેમનું મન વિરમ્યું. મીરાંબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રૈદાસજીનો ઉલ્લેખ કરેલો છે,

 

નહિ મૈં પીહર સાસરે, નહિ પિયાજી રી સાથ.

મીરાંને ગોબિંદ મિલ્યા જી, ગુરુ મિલ્યા રૈદાસ.

 

ખોજત ફિરૂં ભેદ વા ઘર કો, કોઇ ન કરત બખાની,

રૈદાસ સંત મિલે મોહિં સતગુરુ, દીન્હી સુરત સહદાની.

 

ગુરુ રૈદાસ મિલેં મોહિં પૂરે, ધૂર સે કલમ ભિડી,

સતગુરુ સૈન દઇ જબ આકે, જોત મેં જોત રલી.

 

ગુરુ મિલ્યા મ્હાને રૈદાસ, નામ નહીં છોડું.

 

કાશી નગરના ચોકમાં, મને ગુરુ મિલા રૈદાસ.

 

ગુરુ મિલિયા રૈદાસજી, દીન્હી જ્ઞાન કી ગુટકી.

 

 

 

 

 

 

 

મીરાંબાઈની ભક્તિ

 

 

 

મીરાંની ભક્તિમાં માધુર્ય-ભાવ ઘણી હદ સુધી જોઈ શકાય છે. તે પોતાના ઇષ્ટદેવ કૃષ્ણની ધારણા પ્રિયતમ કે પતિના રૂપમાં કરતી હતી. તેમનું માનવું હતું કે આ સંસારમાં કૃષ્ણ સિવાય કોઈ પુરુષ છે જ નહી. તે કૃષ્ણના રૂપની દીવાની હતી.

 

 

 

શું કરવું છે મારે, શું રે કરવું છે ?

 

હીરા માણેકને મારે, શું રે કરવું ?

 

મોતી ની માળા રાણા, શું રે કરવી છે?

 

તુલસી ની માળા લઈને પ્રભુ ને ભજવું છે રે

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

Related Articles
Dec 3, 2019, 11:45 PM - Deeganta Roy
Dec 3, 2019, 11:41 PM - Uday kiran reddy katam
Dec 3, 2019, 11:35 PM - Harshit Chauhan
Dec 3, 2019, 11:32 PM - Sanjiv kumar
About Author